ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ દ્વારકાના મંદિરમાં સ્વરૂપાનંદ સરસ્વતીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી - દ્વારકા મંદિર

દેવભૂમી દ્વારકા: યાત્રાધામ મુખ્ય મંદિર પરિસરમાં આવેલ શંકરાચાર્ય શારદાપીઠના પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનો 96મો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકા મંદિરમાં સ્વરૂપાનંદ સરસ્વતીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

By

Published : Sep 3, 2019, 1:15 AM IST

ગુજરાતના પશ્ચિમએ આવેલું યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ મંદિર ઉપરાંત આદિ શંકરાચાર્ય શારદાપીઠથી પણ પ્રચલિત છે, ત્યારે ભાદરવા સુદ ત્રીજ તેમજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે દ્વારકાના શંકરાચાર્ય શારદાપીઠના શ્રી સ્વામી સરસ્વતીજી સ્વરૂપાનંદનો 95 જન્મદિવસની ઉજવણી દ્વારકાના શારદાપીઠ ખાતે કરવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકા મંદિરમાં સ્વરૂપાનંદ સરસ્વતીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારત ભૂમિ ઉપર જગત ગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા ચાર પીઠમાંથી સૌથી પહેલી પીઠ દ્વારકાપુરી ખાતે સ્થાપના કરવામાં આવી હતી, આ પીઠના હાલના ગાદીપતિ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ 78માં ગાદીપતી છે. મહારાજ દ્વારા સૌથી વધુ એટલે કે 70 ચાતુર્માસ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ તેઓ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પણ ભાગ લીધો હતો, સ્વતંત્રતાની લડાઈના સમયે બનારસ નજીકના ગાજીપુરમાંથી તેઓ આ લડાઇમાં ભાગ લીધો હતો, તે દરમ્યાન લગભગ બે વખત અંગ્રેજો સામે લડતા-લડતા જેલ પણ ભોગવી ચૂક્યા છે.યાત્રાધામ દ્વારકામાં સોમવારના રોજ તેમના જન્મ દિવસના દિવસે દ્વારકાધીશના શિખર ઉપર નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું, સોમવારે સવારે શંકરાચાર્યમઠમાં મહારાજશ્રીના પાદુકા પૂજન તેમજ આશિર્વચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દ્વારકાનગરીમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ શંકરાચાર્યજી મહારાજનો જન્મ ઉત્સવ મનાવવા આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details