દેવભૂમિ દ્વારકા : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના લોકડાઉનને કારણે વેપાર અને ઉદ્યોગ ધંધા બંધ હતા. આથી વેપારીઓ અને લોકોને તો તકલીફ વેઠવી પડતી હતી. પરંતુ અમુક લોકો એવા વ્યસની લોકો હતા કે, તેને જો તે ચીજ વસ્તુ ન મળે તો તેને માનસિક બીમારી અથવા કબજિયાત જેવા રોગો લાગુ પડી ગયા હતા. ખાસ કરીને ભારત અને ગુજરાતમાં પાન ,બીડી, તમાકુ અને મહિલાઓ દ્વારા લેવામાં આવતી છિકણી અથવા બજર જો તેને સમયસર ન મળે તો તને માનસિક અસ્થિરતા અથવા કબજીયાત જેવા રોગના ભોગ બન્યા હતા. પાન બીડીનો માલસામાન વેચતા અમુક વેપારીઓ દ્વારા આ સમયનો ગેરલાભ ઉઠાવીને પાન, બીડી ,તમાકુનો 10 થી 20 ગણું ભાવ લઈને લોકોને લુંટયા હતા.
લોકડાઉન દરમિયાન બે માસ સુધી વેપાર-ધંધા બંધ જેમાં વ્યસનના કારણે લોકો લૂંટાઇ રહ્યાં છે, એ અંગે તંત્રને ભલી ભાંતિ જાણ હતી. તેમ છતાં તંત્ર પણ ક્યાંકને ક્યાંક આડા કાન કરવામાં આવતા હતા. આવા વ્યસનીઓમાં ખાસ કરી અને મોટી ઉંમરના લોકો અને ગામડાની મહિલાઓને છિકણી અથવા બજર ન મળે તો માનસિક અસ્થિરતા અથવા કબજિયાત જેવા રોગો પણ લાગુ પડી ગયા હતા. તેમ છતાં લોભી વેપારીઓએ આવા મોટી ઉંમરના વડીલો અને મહિલાઓને પણ 10 થી 20 ગણા ભાવો લઈને મોકાનો ફાયદો ઉપાડ્યો હતો.પરંતુ બધા વેપારીઓ આવા નથી હોતા. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સામે આવેલા સુભાષભાઈ હરિદાસ આણંદ નામની સોપારી અને બિલાડીના વેપારીની પેઢીએ બે માસના લોકડાઉન દરમિયાન કોઈપણ જાતના લોભ-લાલચમાં આવ્યા વગર લોકડાઉનને કારણે પોતાનો માલ વેચ્યો ન હતો અને લોકડાઉનના ખુલવાની રાહ જોઈ હતી. તેમજ તંત્ર દ્વારા જે વેપારીઓને નિયમ અનુસાર વેપાર કરવાની છૂટ આપવામાં આવી ત્યારે દ્વારકાના આ વેપારી પરિવારે કોઇ પણ જાતનો ભાવ વધારો લીધા વગર લોકોને વ્યાજબી ભાવે અને તમામ સરકારી નિયમોનુસાર માલ વહેંચી અને પ્રમાણિકતા દાખવી હતી. દ્વારકાના આ વેપારીના જણાવ્યા અનુસાર આ માલ જો બ્લેકમાં વહેંચ્યો હોત તો રૂપિયા 15 થી 16 લાખનો ફાયદો થયો હોત, પરંતુ અમારે તે હરામની કમાણી નહોતી લેવી. એવું તેમના પરિવારજનોએ નક્કી કર્યું હતું. આથી તંત્રના નિયમોનુસાર લોકડાઉન ખુલ્યા બાદ લોકોને વ્યાજબી ભાવે માલ આપ્યો છે.