દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના બેટ દ્વારકાને રવિવારથી બફર ઝોનમાંથી મુક્તિ મળવાની છે, ત્યારે કોરોના વાઇરસના લોકડાઉન બાદ અંદાજે બે માસ પછી રવિવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી શરૂ થશે.
2 માસ બાદ રવિવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ શરૂ થશે - Ferry boat service
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાને રવિવારથી બફર ઝોનમાંથી મુક્તિ મળવાની છે, ત્યારે કોરોના વાઇરસના લોકડાઉન બાદ અંદાજે બે માસ પછી રવિવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી શરૂ થશે.
દેવભૂમિ દ્વારકાઃ બે માસ બાદ રવિવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ શરૂ થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ ત્રણ કોરોના વાઇરસના કેસ બેટ દ્વારકાના આવ્યા હોવાથી બેટ દ્વારકા લોક કરવામાં આવ્યું હતું. જો કે, 28 દિવસમાં એક પણ કોરોનાનો કેસ ન આવતા રવિવારથી બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ 50 ટકા પેસેન્જર સાથે ચલાવવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.