- દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો
- જામ ખંભાળિયામાં ભાજપ દ્વારા કોવિડ કેસ સેન્ટર બનાવવામાં આવ્યું
- ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં કોરોના વધતા જતા સંક્રમણને લઈને જિલ્લા ભાજપ કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યું છે. જામ ખંભાળીયા ખાતે નવનિર્મિત ટાઉનહોલમાં ભાજપ દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે પૂર્ણતાના આરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને લઈને ભાજપ દ્વારા દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહે તેમજ દ્વારકા જિલ્લાના લોકોને બહાર અન્ય જિલ્લાઓમાં સારવાર માટે ન જવું પડે તેથી ખાસ ટાઉનહોલમાં ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, છેલ્લા 24 કલાકમાં 13,105 કેસ, 137ના મોત