ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા : નવી ધ્રેવાડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 4 લોકોનાં મોત - માર્ગ દુર્ઘટના

દેવભૂમિ દ્વારકાના નવી ધ્રેવાડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોનાં મોત થયા હતા. દ્વારકાથી દર્શન કરી જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ કારમાં સવાર 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માત
અકસ્માત

By

Published : Dec 2, 2020, 2:01 AM IST

  • દ્વારકા દર્શન કરીને પરત ફરતાં મહેસાણાના દંપતિ સહિત 4 લોકોના મોત
  • દંપતિના બે દિવસ પહેલાં જ લગ્ન થયા હતા
  • અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર

દેવભૂમિ દ્વારકા : મહેસાણાથી દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલા યાત્રાળુઓ દ્વારકા નજીકના નવી ધ્રેવાડ ગામ પાસે પહોંચતા સામેથી આવતો ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર જણાતા 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેનું અવસાન થતાં કુલ મૃત્યુઆંક 4 થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક પલાયન થઇ ગયો હતો.

નવી ધ્રેવાડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

મહેસાણાનો પરિવાર દ્વારકા દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે સર્જાઈ દુર્ઘટના

અક્સ્માત દ્વારકા નજીકના નવી ધ્રેવડ ગામ પાસે થયો છે. અકસ્માતની જાણ થતા દ્વારકા પોલીસ અને દ્વારકા 108ની ટીમ દોડી ગઈ જેમાંથી એક મહિલા દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડાતા માર્ગ મહિનાનું મૃત્યુ થયું હોવાનું દ્વારકા સરકારી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહેસાણાનો આ પરિવાર દ્વારકા દર્શન કરીને વતન પરત ફરી રહ્યા હતો, તે સમયે આ માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી.

4 લોકોનાં મોત

મૃતકોની યાદી

  • જૈમિન બળદેવસિંહ ઠાકોર
  • પવન સિંહ ભૂપત સિંહ
  • મહેન્દ્ર સિંહ રાજપૂત સિંહ
  • સોનલ બેન રાજપૂત

દંપતિના બે દિવસ પહેલા લગ્ન થયા હતા

ઉલ્લેખનીય છે કે, ચાર મૃતકોમાં સોનલબેન રાજપુત અને મહેન્દ્રસિંહ રાજપૂતના બે દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ દ્વારકા દર્શન કરવા આવ્યા હતા. દ્વારકા દર્શન કરીને મહેસાણા પરત ફરતી વખતે અકસ્માતમાં બન્ને પતિ-પત્ની માત્ર બે દિવસના ટૂંકા લગ્ન જીવન બાદ મોતને ભેટતા સ્થાનિક લોકોમાં અને પોલીસ પણ હસ્તપ્રત બની હતી. આ બનાવની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી. મૃતકોને દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details