દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડ ખાતે નાયબ મામલતદાર મજીદ કામસ બ્લોચ લાંચ લેતા ઝડપાયા છે. મામલતદારે જન્મના પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે અરજદાર પાસેથી 5000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ 1500 રૂપિયા લેવા માટે મામલતદાર તૈયાર થયા હતા.
ભાણવડના નાયબ મામલતદાર 1 હજારની લાંચ લેતા ઝડપાયા - નાયબ મામલતદાર 1 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાણવડના નાયબ મામલતદાર 1 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ રંગે હાથ નાયબ મામલતદારને ઝડપ્યા છે. નાયબ મામલતદાર મજીદ કામસ બ્લોચે જન્મના પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની કામગીરી માટે અરજદાર પાસેથી 1 હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. જો કે, અરજદારે સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી નાયબ મામલતદારને ઉઘાડા કર્યા છે.
ભાણવડના નાયબ મામલતદાર 1 હજારની લાંચ લેતા ઝડપાયા
મામલતદારે કામ કર્યા પહેલાં 1 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. અરજદારે આ સમગ્ર ઘટના ઓડીયો-વીડિયોમાં કેદ કરી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અરજી કરી હતી. જેથી ACBએ તપાસ કરતાં આરોપીએ લાંચની રકમની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ ACBએ છટકું ગોઠવી નાયબ મામલતદારને ઝડપી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.