ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં જન્માષ્ટમી નિમિતે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો, એસટીની આવકમાં ૪૦ ટકાનો ઘટાડો - જન્માષ્ટમી

દેવભૂમી દ્વારકા: પવિત્ર શ્રાવણ માસમાં આવતો જન્માષ્ટમીના તહેવારની તૈયારી દ્વારકામાં પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ યાત્રાધામ દ્વારકા તરફ આવતા યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદથી યાત્રાધામ દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ મનાવવા આવતા યાત્રાળુઓની સંખ્યામાં 40 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે.

dwarka news

By

Published : Aug 24, 2019, 4:32 AM IST

હાલમાં યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દ્વારકાધીશ મંદિર વહિવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા હજ્જારોની સંખ્યામાં યાત્રાળુઓ આવશે તેવી આશાએ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ETV ભારતની ટીમે દ્વારકા એસ.ટી. ની મુલાકાત લીધી હતી, જ્યાં કંઈખ અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી.

દ્વારકામાં જન્માષ્ટમી નિમિતે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો

એસ.ટી. મેનેજરે જણાવ્યું હતું કે, આ વર્ષે યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ગત્ વર્ષે સાતમના દિવસે દ્વારકા ડેપોની આવક સાડા 4.5 લાખ હતી જે આ વર્ષે સાતમના દિવસે ઘટીને 3 લાખ 90 હજાર જેટલી નોંધાઈ છે. આ અંગે કારણ દર્શાવતા તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે યાત્રાળુઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે

ABOUT THE AUTHOR

...view details