ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઈફેક્ટઃ દ્વારકામાં દિવાળીના તહેવારમાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટાડો

અરબી સમુદ્રના કાંઠે આવેલા ભગવાન દ્વારકાધીશની ભૂમી એટલે યાત્રાધામ દ્વારકા. કોરોના મહામારીને કારણે આ વર્ષે દિવાળી તહેવાર દરમિયાન દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગની હોટલો ખાલી જોવા મળી રહી છે. તેમજ દ્વારકાની બજારો પણ સૂમસામ જણાઈ રહી છે.

દ્વારકામાં દિવાળીના તહેવારમાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો
દ્વારકામાં દિવાળીના તહેવારમાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો

By

Published : Nov 14, 2020, 3:59 PM IST

  • દિવાળીના તહેવારમાં દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો
  • કોરોના મહામારીના કારણે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો
  • દ્વારકાની 80 ટકાથી વધુ હોટલોમાં ટ્રાફિક નહીંવત

દેવભૂમિ દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશ ઉપર અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ભાવ ધરાવતી ધાર્મિક પ્રજા દર વર્ષે દિવાળી દરમિયાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા દોડી આવે છે. કોરોના મહામારી પહેલાના દિવસોમાં ગુજરાત અને ગુજરાત બહારના યાત્રાળુઓનું દ્વારકાની શેરીઓમાં જાણે કીડિયારું ઉભરાતું હોય તેમ જણાતું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓમાં 80 ટકાથી વધુનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

દ્વારકાની બજારો ખાલીખમ જોવા મળી

60 વર્ષથી મોટી ઉંમરના દ્વારકા આવતા યાત્રાળુઓમાં ઘટાડો

દ્વારકાની મોટાભાગની હોટલો ખાલી અને બુકિંગ વગરની નજરે પડી રહી છે. ખાસ કરીને 60 વર્ષથી મોટી ઉંમરના દ્વારકા આવતા યાત્રાળુઓમાં ઘટાડો જોવા મળ્યો છે. દ્વારકા તરફ આવતી મોટાભાગની ગુજરાત બહારની ટ્રેન વધુ શરૂ કરવામાં આવી નહીં હોવાથી દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકા આવતા યાત્રાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં દિવાળીના તહેવારમાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો

હોટલ ઉદ્યોગને સરકાર રાહત આપે તેવી માગ કરાઈ

દ્વારકા હોટલ એસોસિયેશનના પ્રમુખ નિર્મલ સામાણીએ ETV ભારતને જણાવ્યું કે, કોરોના બીમારી આ વર્ષે હોટલ ઉદ્યોગને ખૂબ જ મોંઘી પડવાની છે. સરકાર દ્વારા કોઈ નવી યોજના અથવા સ્પેશિયલ પેકેજ આપી અને હોટલ ઉદ્યોગને ઉગારે તેવી આશા રાખીએ છીએ. હોટલ ઉદ્યોગમાં નવી હોટલો સ્થપાય તેના કરતાં જે હોટલો ચાલુ છે, તેને કોઈ મોટી રાહત મળે તેવી તકેદારી રાખી અને સરકાર કોઈ મોટું પેકેજ જાહેર કરે તો જ હોટલ ઉદ્યોગ ટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details