દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા વાડીનાર બંદર પર આવેલા માલ વાહક જહાજમાં એક કર્મચારીનું ગત તારીખ 20 ફેબ્રુઆરીનાના રોજ અવસાન થઈ ગયું હતું. આ કર્મચારી જોર્જીયા દેશનો છે. આ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
માલવાહક જહાજના કર્મચારીનું મોત, પોસ્ટ મોર્ટમ કરી જોર્જીયા મોકલાશે મૃતદેહ - ડેડ બોડી
જોર્જીયા દેશના માલ વાહક જહાજના કર્મચારીનું 20 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. આ જહાજ બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર પર આવ્યું હતું. જેથી ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી.
માલ વાહક જહાજના કર્મચારીનું મોત
બુધવારે આ જહાજ વાડીનાર બંદર પર આવતા કર્મચારીની ડેડ બોડીનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેના મૃતદેહને તેના દેશ જોર્જીયા મોકલી દેવામાં આવશે.