દ્વારકા:બિપરજોય વાવાઝોડું દ્વારકામાં બિપરજોય ધીમે ધીમે આફતરૂપ બની રહ્યું છે. જેમાં વાવાઝોડા પહેલા જ દ્વારકામાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારકા શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. જોકે દ્વારકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવઝોડુ દ્વારકામાં લેન્ડફોલ કરે તેવી શક્યતા નથી.
'ચક્રવાત પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને દ્વારકામાં લેન્ડફોલ કરે તેવી શક્યતા નથી. અમે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 4,500 લોકોને વિવિધ શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. અમારી પાસે દ્વારકા અને ઓખામાં એક-એક NDRF ટીમ છે અને SDRF અને આર્મીની ટીમ છે.' -પાર્થ તલસાનિયા, SDM દ્વારકા
શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી:વાવાઝોડાની અસરના કારણે સમુદ્રમાં ખૂબ જ કરંટ જોવા મળી રહ્યા છે. જેના કારણે સમુદ્રના પાણી શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુશી ચૂક્યું છે. ગોમતીઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી ભરાયાના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં ત્યાંના લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. હાલ તંત્ર દ્વારા તેમને સ્થાનાંતરિત કરવામાં આવશે કે ત્યાંના લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
ભારે વરસાદનું એલર્ટ:15મી જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
- Cyclone Biparjoy Live Updates: 15 જૂને સાંજે જખૌ પોર્ટ પર ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
- ગુજરાત તરફ આગળ વધી રહ્યું ચક્રવાત બિપરજોય... આ 7 જિલ્લા રેડ ઝોન, અન્ય 9 રાજ્યોમાં પણ એલર્ટ
- વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે કેટલા વાગ્યે લેન્ડફોલ થશે? હવામાન વિભાગે મહત્વની વિગતો આપી