ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં બન્યો સાયબર ક્રાઇમ, અકાઉન્ટમાંથી 30000 ગાયબ

ટેકનોલોજીના આ યુગમાં વિવિધ સ્થળોએ સાયબર ક્રાઈમના ગુનાઓને સામે આવતા હોય છે, ત્યારે દ્વારકામાં એક વ્યક્તિના એકાઉન્ટમાંથી 30000 રૂપિયા ગાયબ થયા છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

cyber crime
cyber crime

By

Published : Jan 8, 2021, 4:59 PM IST

દ્વારકામાં ફોન પે દ્વારા થયું ફ્રોડ

અલગ-અલગ પાંચ હજારના 6 ટ્રાન્ઝેક્શન થયા

ટેકનોલોજીના યુગમાં સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં થયો વધારો

દ્વારકામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારકના ખાતા માંથી અજાણ્યા શખ્સે એક દિવસમાં ફોન પે એપથી 5,000ના 6 ટ્રાન્ઝેક્શન કરી 30,000 રૂપિયાનું ફ્રોડ કર્યું છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ 29 ડિસેમ્બર 2020ના રોજ આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી દ્વારકા પોલીસે ipc કલમ 406, 417, 420 ( b ) તેમજ સાયબર ક્રાઇમ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details