દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસની મહામારીને કારણે લગાવેલા લોકડાઉન દરમિયાન યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ગુન્હા અને પોલીસ ફરિયાદમાં અનેક બદલાવો જોવા મળ્યા છે. સામાન્ય ઝગડા અંગે લોકોની માનસિકતામાં ફેરફાર થયો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ વી.વી. વાગડીયાના જણાવ્યાં અનુસાર આ કોરોના વાઇરસ મહામારી દરમિયાન અનેક કેસો નહિવત બન્યા છે.
લોકડાઉન દરમિયાન દેવભૂમિ દ્વારકામાં બનતા ગુન્હાઓમાં આવ્યો બદલાવ - P.I. V.V. Vagadia
કોરોના વાઇરસની મહામારીને કારણે લગાવેલા લોકડાઉન દરમિયાન યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ગુન્હા અને પોલીસ ફરિયાદમાં અનેક બદલાવો જોવા મળ્યા છે. સામાન્ય ઝગડા અંગે લોકોની માનસિકતામાં ફેરફાર થયો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ વી.વી. વાગડીયાના જણાવ્યાં અનુસાર આ કોરોના વાઇરસ મહામારી દરમિયાન અનેક કેસો નહિવત બન્યા છે.
લોકડાઉન દરમિયાન દેવભૂમિ દ્વારકામાં બનતા ગુન્હાઓમાં આવ્યો બદલાવ
જેમાં ખાસ કરીને અકસ્માતો, મારામારી અને અંમુક ગંભીર ગુનાઓ બનતા અટક્યા છે, પરંતુ લોકો પોતાના ઘરમાં રહેવાથી ઘરેલુ ઝઘડાઓમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મહિલાઓ ઉપર અત્યાચાર અથવા હુમલાના બનાવો વધુ જોવા મળ્યા છે. હાલના સમયમાં લોકો ગુનાની બાબતમાં ખૂબ જ સજાગ બન્યા હોય તેવું દેખાઈ આવે છે. પહેલા સામાન્ય માથાકૂટમાં લોકો પોલીસ સ્ટેશન પર દોડી આવતા હતા, પરતું હવે લોકો સમાધાન કરી સારુવર્તન દાખવી રહ્યા છે, જે આ લોકડાઉનને કારણે બદલાવ જોવા મળ્યો છે.