આ વર્કશોપમાં દરિયાઈ અકસ્માત, અકસ્માત રેસ્ક્યુ ઓપરેશન અને દરિયામાં થતા વિવિધ પ્રકારના પોલ્યુશન અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ કુદરતી અને કુત્રિમ દરિયાઈ આફતો સમયે સમુદ્રમાં માછીમારોને થતા અકસ્માતો તેમજ અન્ય અકસ્માતોમાં ઓખા કોસ્ટગાર્ડ તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડનું શું મહત્વ છે, તે અંગેની વિસ્તાર પુર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ઓખા કોસ્ટગાર્ડ દ્વારા વર્કશોપનું આયોજન, ઉદ્દભવતી મુશ્કેલી અંગે કરાઇ સમીક્ષા - Devbhumi dwraka
દેવભુમિ દ્વારકા: જિલ્લામાં ઓખા કોસ્ટગાર્ડ દ્વારા શનિવારે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયાઇ મુશ્કેલી તેમજ દરિયાઇ પ્રદૂષણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય માછીમારો દ્વારા માછીમારી કરતા સમયે સમુદ્રી નીતિનિયમોનુ ઉલ્લંઘન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![ઓખા કોસ્ટગાર્ડ દ્વારા વર્કશોપનું આયોજન, ઉદ્દભવતી મુશ્કેલી અંગે કરાઇ સમીક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3892716-thumbnail-3x2-devbhumi.jpg)
માછીમારોને માછીમારી દરમિયાન સુરક્ષાની તમામ પ્રકારના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં જઈને માછીમારી ન કરવી તેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. માછીમારો દ્વારા વિવિધ પ્રકારના સેફ્ટીના નિયમો તેમજ સેફ્ટીના સાધનો ઉપયોગ કરવાની પણ માહિતી આપવામાં આવી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વધુમાં જણાવ્યું કે, ભારતીય જળસીમામાં 30 હજારથી વધુ બોટો માછીમારી કરવા જાય છે આ માછીમારો જો ભારતીય કોસ્ટગાર્ડની આંખ અને કાન બનીને કામ કરે તો દેશમાં અનેક આતંકવાદી હુમલાઓ રોકી શકાય છે. ઓખા કોસ્ટગાર્ડના આ વર્કશોપમાં કોઠ ગામના ઉચ્ચ અધિકારીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર વિવિધ ખાતાના અધિકારીઓ તેમજ માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા.