ભાણવડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માગ
3 કોંગ્રેસ સદસ્યો માગણીને લઇ કલેકટર કચેરીએ ઉપવાસ પર બેઠાં
પોલીસ દ્વારા ધરપકડ કરી લઈને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયાં
ભાણવડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માગ
3 કોંગ્રેસ સદસ્યો માગણીને લઇ કલેકટર કચેરીએ ઉપવાસ પર બેઠાં
પોલીસ દ્વારા ધરપકડ કરી લઈને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયાં
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાની ભાણવડ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના ત્રણ સદસ્યો ઉપવાસ પર બેઠાં હતાં. જ્યારે 16 સદસ્યો દ્વારા જિલ્લા કલેકટરને માગણીને લઇને રજૂઆત કરાઈ હતી. જ્યારે ઉપવાસ પર બેઠેલાં ત્રણ સદસ્યની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયાં હતાં.
આ પણ વાંચોઃ કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ
વહીવટીતંત્ર સમયસર વરણી ન કરતું હોવાનો આક્ષેપ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી તેમાં ભાજપના 16 સદસ્યોમાંથી 8 સદસ્યોએ ક્રોસ વોટિંગ કરી પ્રમુખ અને ઉપપ્રમુખની કોંગ્રેસ દ્વારા કરાયેલ દરખાસ્તને ટેકો આપ્યો હતો. કોંગ્રેસના 8 અને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મત આપતાં 8 સદસ્ય મળી 16 સદસ્યના મત થતાં ભાજપે સત્તા ગુમાવી હતી. બાદમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જરૂરી સંખ્યાબળ કોંગ્રેસ પાસે થતાં હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જ તંત્ર દ્વારા સમયાંતરે ન કરવામાં આવતાં કોંગ્રેસના ભાણવડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ ભાજપ પ્રેરિત કાવતરું કહી આકરા પ્રહાર કર્યા છે. સાથે જ આજે ગુરુવારે ખંભાળીયા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના 16 સદસ્યો રજૂઆત કરવા પહોંચ્યાં હતાં અને ત્રણ સદસ્યો કલેકટર કચેરી ખાતે ઉપવાસ પર બેઠાં હતાં. ઉપવાસ પર બેઠેલા ત્રણ સદસ્યોની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયાં હતાં અને અન્ય સદસ્યો દ્વારા જિલ્લા કલેકટરને તાત્કાલિક અસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તેવી માગ કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.