દેવભૂમિ દ્વારકા : ખંભાળિયાના સલાયા ગામે ત્રણ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી જગ્યાને (Digested of Land in Salaya) અગાઉના માલિકના કુટુંબી શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડતા ફરિયાદ નોધાઈ છે. સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વર્તમાન સદસ્ય અને માછીમાર સહકારી મંડળીના પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડ દ્વારા સલાયાના ઓસમાણ હાજી ઘાવડા, સુલેમાન હાજી, ઈશા હાજી, અબ્દુલ હાજી, કરીમ હાજી, ઈસ્માઈલ હાજી અને રજાક હાજી નામના સાત શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
2009માં જમીનની સરકારી ચોપડે નોંધ કરાવવામાં આવી હતી
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ સલાયાના પરોડીયા રોડ પર આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 126/1 એક તેમજ નવા સર્વે નંબર 148 ની આશરે 20 વીઘા જેટલી જમીન જે વર્ષો અગાઉ સુધી હજી ઉમર નામે ચાલતી હતી. ત્યારબાદ 1999માં નોંધ મારફતે 14 વારસદારોના નામ આ જમીન માંથી કમી થઈ ગયા હતા. વર્ષ 2008ના રેવન્યુ રેકોર્ડ પર કાયદાકીય કાર્યવાહી પછી આ જમીન ઇબ્રાહિમ સુમાર ગજબ તેમજ સારબાઈ સુમાર ગજણના નામે ચાલતી હતી. વર્ષ 2009માં વેચાણ દસ્તાવેજ મારફતે ત્રણ લાખનો અવેજ ચૂકવીને આ જમીન ફરિયાદી (Land Case in Salaya) સાલેમામદ ભગાડ, રોશન ભોકલ અને અબુ ભોકલ નામના ત્રણ શખ્સો દ્વારા ખરીદ કરવામાં આવી હતી. તેની સરકારી ચોપડે પણ કાયદેસરની નોંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃLand Mafia In Rajkot : રાજકોટ ભુમાફિયા દ્વારા કરવામાં આવેલી હત્યાનો કેસ CIDને સોપાશે