ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીએ કર્યું કલ્યાણપૂર અને ભાણવડમાં બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ બસ સ્ટેશનના નવા બિલ્ડિંંગનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન સહિત આગેવાનો કાર્યકરો અને એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

CM Rupani
CM Rupani

By

Published : Jan 3, 2021, 8:44 PM IST

Updated : Jan 3, 2021, 8:51 PM IST

  • ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું
  • કલ્યાણપુર ખાતે 1.65 કરોડના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેશન 3150 ચોરસ મીટર
  • કલ્યાણપુર તાલુકાના 50થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને લાભ મળશે

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ ખાતેના નવીન બનેલા એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. કલ્યાણપુર ખાતે 1.65 કરોડના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેશન 3150 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેના લીધે સીધો જ કલ્યાણપુર તાલુકાના 50થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને લાભ મળશે અને દૈનિક પ્રવાસીઓની સંખ્યા ૫૩૭, કુલ એરાઈવલ 12, કુલ પાર્સલ 12 બસ અવરજવર કરશે.

ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું

બસ ડેપોમાંથી 12/12 બસ અવરજવર કરશે, જેનો સીધો લાભ ભાણવડના ગ્રામ્યને મળશે

ભાણવડ ખાતે નવીન બનેલા બસ સ્ટેશન 86.53 લાખના ખર્ચે 1040 ચોરસમીટરમાં બનાવવામાં આવ્યું છે. ભાણવડના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને આ બસ ડેપોમાંથી 12/12 બસ અવર જવર કરશે. જેનો સીધો લાભ ભાણવડના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને મળશે. ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં કલ્યાણપુર ખાતે રાજ્ય કક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાણવડ ખાતે રાજ્યના પ્રધાન જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. જેની સાથે ભાજપના આગેવાનો, કાર્યકરો અને એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સંગીત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

કલ્યાણપુર ખાતે 1.65 કરોડના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેશન 3150 ચોરસ મીટર
Last Updated : Jan 3, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details