ગુજરાત

gujarat

By

Published : Jan 1, 2021, 4:02 PM IST

ETV Bharat / state

CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દેવભૂમિ દ્વારકાના પ્રવાસે ગયા હતા. અહીં તેમણે સભા સંબોધી હતી ત્યારબાદ વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાને દ્વારકા જિલ્લાના પાણી પૂરવઠા વિભાગની રૂ. 57.68 કરોડના ખર્ચે બનેલી પાણી પૂરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ
CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ

  • મુખ્યપ્રધાને દેવભૂમિ દ્વારકામાં 57.68 કરોડના ખર્ચે બનેલા પાણી પૂરવઠા અને ભૂગર્ભ ગટરની યોજનાનું કર્યું ખાતમુહૂર્ત
  • કલ્યાણપૂરમાં આવેલા સરકારી વિનિયન કોલેજમાં રૂ. 17 લાખના ખર્ચ કોમ્પ્યુટર લેંગ્વેજ લેબનું પણ ઈ-લોકાર્પણ કર્યું
  • રૂ. 1.50 કરોડમાં ખર્ચ નિર્મિત 1 લાખ ચોરસ ફૂટનું વિશાળ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ પણ કરાયું

દેવભૂમિ દ્વારકાઃ મુખ્યપ્રધાન નવા વર્ષના પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે દ્વારકાને અનેક ભેટ અર્પણ કરી હતી. મુખ્યપ્રધાને વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થનારા સિગ્નેચર બ્રિજનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ

મુખ્યપ્રધાને સભા સંબોધી વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યપ્રધાનની સાથે રાજ્યના પ્રધાન કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, સાંસદ પૂનમ માડમ, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે બનતા સિગ્નેચર બ્રિજના કામનું નિરીક્ષણ પણ કર્યું હતું. ખંભાળિયા અને ભાણવડ તેમ જ દ્વારકા તાલુકાના નાના માંઢા ટૂ જોઈન એચ. એસ. રોડ, સણખલા-નવા સણખલા રોડ તથા સીસી રોડ ઓન મેઘપર ટીટોડી ટૂ જોઈન એસ.એચ.રોડનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેવભૂમિ દ્વારકામાં આ વિકાસ કામોનું કર્યું ઈ-લોકાર્પણ

  • દ્વારકામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. 66 કેવી ધ્રાસણ વેલ સબ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.
  • દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની કેશવપુર પ્રાથમિક શાળાના 3 ઓરડા, સતાપર વાડી પ્રાથમિક શાળા-3માં 2 ઓરડા , લીમડી પ્રાથમિક શાળામાં 5 ઓરડા મળી કુલ રૂ. 92 લાખના ખર્ચે 10 ઓરડાનું ઈ-લોકાર્પણ
  • કલ્યાણપુરમાં આવેલી સરકારી વિનિયન કોલેજમાં રૂ. 17 લાખના ખર્ચે કમ્પ્યૂટર લેંગ્વેજ લેબનું ઈ-લોકાર્પણ
  • દ્વારકામાં હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ભારત સરકાર પુરસ્કૃત 'HRIDAY' અંતર્ગત દ્વારકા શહેરમાં રૂ. 2.50 કરોડના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ, હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ
  • અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન 'AMRUT' યોજના હેઠળ રૂ. 1.50 કરોડના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે રૂ. 11.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 31 પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
    CM રૂપાણી દેવભૂમિ દ્વારકામાં વિવિધ કામોનું કર્યું ઈ-લોકાર્પણ, સિગ્નેચર બ્રિજનું કર્યું નિરીક્ષણ

કોંગ્રેસના સમયે 1 રૂપિયાના બદલે 15 પૈસા લોકો સુધી પહોંચતાઃ મુખ્યપ્રધાન

દ્વારકા ખાતે પ્રવાસે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અહીં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. મુખ્યપ્રધાને કહ્યું, કોંગ્રેસના સમયે તિજોરીઓ ખાલી રહેતી હતી અને ગુજરાતનું વાર્ષિક બજેટ પણ ઓછું હતું. અત્યારે ગુજરાતનું બજેટ રૂ. 2 લાખથી વધુનું થયું છે. કોંગ્રેસ રૂપિયા ખાતું હતું. ભ્રષ્ટાચાર થતો 1 રૂપિયાના બદલે 15 પૈસા લોકો સુધી પહોંચતા હતા.

ABOUT THE AUTHOR

...view details