ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટ માલિકોની હડતાલથી દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ, યાત્રીકો પરેશાન - GUJARAT NEWS

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાથી 30 કિલોમીટર દુર યાત્રાધામ બેટ-દ્વારકા આવેલું છે. બેટ દ્વારકા જવા માટે ઓખાથી ફેરી બોટ સર્વિસમાં બેસીને જઇ શકાય છે ત્યારે આ ફેરી બોટનું બસ ભાડું તેમજ પાર્કિંગ ચાર્જીસના પ્રશ્નને કારણે ફેરી બોટ માલિકોએ હડતાલ પાડી છે. જેના કારણે યાત્રીકો બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 7, 2019, 6:02 PM IST

બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બસ ચાર્જીસનો પહેલા કરતા દસ ગણો વધારો કરવામાં આવતા બોટમાલિકો અને ઓખા GMB વચ્ચે વિવાદ થતાં હાલ ફેરી બોટ સર્વિસ બંધ છે. ફેરી બોટ માલિકો પોતાની માગણી ઉપર અડગ અટક છે. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ ચાલુ નહીં થાય તેવું જણાવી રહ્યા છે.

ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે અંદાજે 180 ફેરી બોટ ચાલે છે. હાલમાં ઉનાળુ વેકેશન તેમજ મુસ્લિમ તહેવારને કારણે યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે અનેક યાત્રાળુઓ ઓખા જેટી ઉપર બેટ દ્વારકા જવા માટેની રાહમાં ઊભા છે પરંતુ, ફેરી બોટ સર્વિસ બંધ હોવાને કારણે યાત્રીકો બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે.

બોટ માલિકોની હડતાલથી દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ, યાત્રીકો પરેશાન

ABOUT THE AUTHOR

...view details