દેવભૂમિદ્વારકાઃ હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી હવામાન ખરાબ રહેવાની (Meteorological Department Forecast) આગાહી કરી છે. તેવામાં દેવભૂમિદ્વારકા જિલ્લાના (Climate Change in Devbhoomidwarka) માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ (Instruct fishermen not to plow the sea) કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વધારે પડતો દરિયાઈ વિસ્તારથી ઘેરાયેલો છે. જોવા જઈએ તો, જિલ્લામાં દરિયાઈ વિસ્તારથી ઘણા બંદરોનો વિકાસ થયો છે. જિલ્લામાં ઓખા બંદર, રૂપેણ બંદર, નાવડ્રા બંદર, સલાયા બંદર, વાડીનાર બંદર ખૂબ જ વિકસ્યા છે. આ બંદર પરથી મોટી સંખ્યામાં માછીમારો માછીમારીનો વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
માછીમારી પર ગયેલી બોટને પરત બોલાવવાની સૂચના
હવામાન વિભાગની 19થી 22 જાન્યુઆરી સુધી ખરાબ હવામાન રહેવાનું અને તેજ પવન ફૂંકવાની આગાહી (Meteorological Department Forecast) છે. માછીમારોને દરિયો ન ખેડવા અને માછીમારી પર ગયેલા બોટને પરત બોલવાની સૂચના અપાઈ છે. માછીમારોને દરિયા કિનારે રહેલી બોટો તેમ જ માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવા ખાસ સૂચના આપવામાં (Instruct fishermen not to plow the sea) આવી છે.