- ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, તેમજ ફાનસ/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ
- વન વિભાગ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા પતંગના સ્ટોલ તેમજ દુકાન પર પ્રતિબંધિત
- સાંજના 05:00 કવાર બાદ પતંગ નહીં ચગાવવા અપીલ
દેવભૂમિ દ્વારકા: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે કરૂણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, તેમજ ફાનસ/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આજે બુધવારે વન વિભાગ ભાણવડ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા ભાણવડ શહેરમાં પતંગના સ્ટોલ તેમજ દુકાન પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ફાનસ તુક્કલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ અટકાવવા ભાણવડ તાલુકાના લોકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 09:00 કલાક પહેલા અને સાંજના 05:00 કલાક પછી પતંગના ચગાવવા. કારણ કે, પક્ષીઓ મોટા ભાગે આ સમયગાળામાં વિહરતા હોય છે.