દેવભૂમિ દ્વારકાયાત્રાધામ દ્વારકા ખાતે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં (Celebration of Janmashtami festival in Dwarka) આવશે. અહીં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે. તેવામાં અહીં 18થી 20 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમી મહોત્સવ (2022 Janmashtami) નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શનના સમાયમાં થોડો ફેરફાર (Change in Darshan timings at Dwarkadhish Temple) કરવામાં આવ્યો છે.
રાત્રે 2.30 વાગ્યા સુધી જન્મોત્સવના દર્શન થશે આ પણ વાંચોHar Ghar Tringa સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં, જૂઓ અદભૂત્ માહોલ
આ મુજબ ફેરફારજન્માષ્ટમીના (2022 Janmashtami) દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 6થી 8 સુધી મંગળા દર્શન રહેશે. તો સવારે 8 વાગ્યે શ્રીજીના ખૂલ્લા પડદે સ્નાનનો લ્હાવો ભક્તો લઈ શકશે. સવારે 10 વાગ્યે સ્નાન ભોગ ધરવામાં આવશે. 10:30 વાગ્યે શ્રૃંગાર ભોગ આપવામાં (Change in Darshan timings at Dwarkadhish Temple) આવશે. 11 વાગ્યે શ્રૃંગાર આરતી, 11.15 વાગ્યે ગ્વાલ ભોગ, 12 વાગ્યે રાજભોગ. ત્યારબાદ બપોરે 1થી 5 સુધી અનોસાર બંધ રાબેતા મુજબ બંધ રહેશે.
આ પણ વાંચોદોડતા ઘોડા પર ઉભા રહીને યુવાને કરી સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
રાત્રે 2.30 વાગ્યા સુધી જન્મોત્સવના દર્શન થશે ત્યારબાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન, 5.30 વાગ્યાથી 5.45 વાગ્યે ઉત્થાપન ભોગ. સાંજે 7.15 થી 7.30 સુધી સંધ્યા ભોગ, 7:30 વાગ્યે સંધ્યા આરતી. રાત્રે 8 વાગ્યાથી 8:10 શયન ભોગ, 8.30 વાગ્યે શયન આરતી. રાત્રે 9 વાગ્યે અનોસાર બંધ. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી ઉજવણી કરાશે. જ્યારે આ જન્મોત્સવ દર્શન રાત્રે 12 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી થશે ને ત્યારબાદ અનોસાર બંધ થશે. જ્યારે 20 ઓગસ્ટે સવારે 7 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી વિશેષ પારણાં દર્શન (Change in Darshan timings at Dwarkadhish Temple) રહેશે.