મહિલા બાબતના ઝઘડામાં દ્વારકા નજીકના મુળવાસર ગામે યુવાનની ઘાતકી હત્યા - latest news of Dwarka
દ્વારકા નજીકના મુળવાસર ગામે સામાન્ય મહિલા બાબત અગાઉના ઝઘડાને કારણે યુવાન પર હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતા દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.
![મહિલા બાબતના ઝઘડામાં દ્વારકા નજીકના મુળવાસર ગામે યુવાનની ઘાતકી હત્યા Brutal murder of a youth in Mulwasar village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7320313-765-7320313-1590241777525.jpg)
દ્વારકાઃ જિલ્લાના મુળવાસર ગામે રહેતા દિનેશભા નાગજીભા સુમણીયા ઉમર વર્ષ (20) નામના હિન્દુ વાઘેર યુવાનને તે ગામમાં રહેતા કરસનભા જેઠ્ઠાભા ભઠ્ઠડ અને તેમના પુત્ર અર્જુનભા ભઠ્ઠડ તથા વેજાભા ખેગારભા ભઠ્ઠડ અને કાયાભા ઘોઘાભા માણેક સાથે એક બે મહિના પહેલા મહિલા બાબતે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં ગઈકાલે ઉગ્ર સ્વરૂપ લઈ લેતા ઉપરના ચારેય આરોપીઓ એક સાથે મળીને દિનેશભાને લાકડી, પાઇપ અને છરી વડે આડેધડ હુમલો કરતા દિનેશભાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ સ્થળે દિનેશભાના માસી દેવલબેન તેમજ તેના સાસુ-સસરા વચ્ચે પડતા તેઓ પણ ઘાયલ થયા હતા.