ગુજરાત

gujarat

દ્વારકામાં અછત ગ્રસ્ત ગામોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી

By

Published : Apr 3, 2019, 4:23 AM IST

દેવભૂમિ દ્નારકાઃ જામનગર લોકસભાનો બીજો ભાગ એટલે દેવભૂમિ દ્વારકા તાલુકામાં 42 જેટલા ગામો આવેલા છે. સમુદ્રકિનારે સાથે સાથે ભેજવાળી અને ખારાશવાળી જમીનને કારણે મોટા ભાગની ખેતીની જમીનને વરસાદનો આશરે રહેવુ પડે છે. મોટાભાગના ગામોમાં વાર્ષિક 45 % થી ઓછો વરસાદ પડે છે.

સ્પોટ ફોટો

આથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાક લઇ શકતા નથી. જેથી સરકારી લાભોનો જ સહકાર લેવો પડે છે. આ વર્ષે દ્વારકા તાલુકાના મોટા ભાગના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળી ગયો છે. જયારે દ્વારકા તાલુકાના 3ગામોને અછત ગ્રસ્ત હોવા છતાં પણ આ ગામો મકનપુર, શિવરાજપુર અને મોજ્પના ખેડૂતોને પાક વીમોના મળતા ખેડૂતો રોષે ભરાયા છે.

આ 3ગામોને માત્ર પાક વીમો જ નહિ પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર સમુદ્ર કિનારાના ગામો હોવાથી જમીનના તળ ખારા થઇ ગયા છે. તેમ છતાં પણ સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. 3ગામોના પાદરમાંથી સાની ડેમની પાણીની લાઈન જતી હોવા છતાં તેમાંથી પાણી આપવામાં આવતું નથી. પી.જી.વી.સી.એલ. દ્વારા અવાર નવાર પાવર કટની સમસ્યા સર્જાય છે. આ અંગે અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવાનું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, છતાં પણ તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાઓની આળસને કારણે આજે 3ગામોના વડીલો, યુવાનો, મહિલાઓ એકઠા થયા હતા અને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ3ગામોના લોકોએ એક સાથે નિર્ણય લીધો છે કેતેઓનાજીવન ઉપયોગી જરૂરિયાતોનો પ્રશ્ન ટૂંકમાં ઉકેલ લાવવામાં નહિ આવે, તો આગામી લોકોસભા જ નહિ હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે .

દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં આવેલા ગામોનો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર

સ્થાનિક આગેવાનોના જણાવ્યાનુસાર તેઓને મોદી સરકાર કે તેની નીતિ જોડે કોઈ વાંધો નથી. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી પૂરતા જદેખાય છે. બાકીના5વર્ષમાં લોકોની સમસ્યા પર કોઇધ્યાન આપતું નથી. આ 3ગામોમાં વર્ષોથી અનેક સમસ્યા છે, જેવી કે, અહી બાળકોને આઠમાં ધોરણ અથવા ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું પડે છે. જેથી બાળકોનો અભ્યાસ છૂટી જાય છે. દ્વારકા તાલુકામાં કોઈ મોટા ઉધોગો નથી. એક માત્ર ટાટા કેમિલ્સ કંપની પર આધારિત રહેવું પડે છે, તેથી રોજગારીનીવિકટ સમસ્યા છે. દ્વારકા તાલુકાની એક માત્ર સરકારી હોસ્પીટલમાં પૂરતો સ્ટાફ વર્ષોથી ભરવામાં આવ્યો નથી.જેથી નાના મોટા અકસ્માતો અને માંદગીમાં લોકોને જિલ્લા બહાર જઈને ઈલાજ કરાવો પડે છે. જે પોસાય તેમ નથી.આવી અનેક સમસ્યાઓને કારણે આ 3ગામોએ આગામી લોકોસભાની ચૂંટણી પહેલાજ ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details