બોલિવુડની ક્વિન કંગના રનૌતે શુક્રવારે દેવભુમિ દ્વારકાના પ્રવાસે આવી પહોંચી હતી. અહીં કંગનાએ દ્વારકા મંદિરની મુલાકાત કરી હતી અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કંગના રનૌતે જણાવ્યું હતું કે, તેમણે ભગવાન દ્વારકાધીશ પર અખુટ શ્રદ્ધા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત બાદ દ્વારકા હોટલ અસોશિએશનના સભ્યો દ્વારા કંગના રૈનોતને દ્વારકાધીશની પ્રતિમારૂપી તસ્વીર ભેટ કરી હતી. આ ઉપરાંત દ્વારિકાધીશના દર્શન બાદ કાળીયા ઠાકોરની મુખ્ય પટરાણી માતા રુક્મણિજીના દર્શન કરીને નાગેશ્વર જ્યોર્તિલિંગના પણ દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.
બોલિવુડ ક્વિન કંગના રનૌતે દ્વારકાધીશના કર્યા દર્શન
દેવભુમિ દ્વારકાઃ આપણું રાજ્ય દેવોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં અનેક તીર્થસ્થાનો આવેલા છે. જેના દરરોજ લાખોથી પણ વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે. સોનાની નગરી દ્વારકામાં બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી કંગના રનૌત કાળીયા ઠાકોરના દર્શનાર્થે પહોંચી હતી.
બૉલિવુડ ક્વિન કંગના રૈનોત દ્વારકાની મુલાકાતે, કાળિયા ઠાકોરના કર્યા દર્શન
મહત્વનું છે કે, કંગના રનૌતની દ્વારકાની આ પ્રથમ મુલાકાત છે અને અહીં શુક્રવારે ભગવાનના દર્શન બાદ જામનગર જવા નીકળ્યા હતા. આ ઉપરાંત શનિવારે સોમનાથ મહાદેવના દર્શન કરવાનું પણ કંગનાએ જણાવ્યું હતું.
Last Updated : Sep 13, 2019, 8:34 PM IST