દ્વારકાઃ જિલ્લા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર પકડાયો હતો. દ્વારકા તાલુકાના આરોગ્ય અધિકારી દ્વારા પોલીસને સાથે રાખી ડમી દર્દીને મોકલી તપાસ કરતા આ બોગસ ડૉક્ટર પકડાયો હતો. તેના ક્લિનિક અંદરથી અંદાજે દોઢ લાખથી વધુ રકમની જેન્ડ્રીક દવાનો જથ્થો મળી આવ્યો હતો.
માત્ર 10 ધોરણ પાસ આ બોગસ ડૉક્ટર હાલ વિશ્વ કોરોના વાઇરસ મહામારી વચ્ચે આરામથી પોતાની પ્રેક્ટિસ કરતો જણાતા આરોગ્ય વિભાગ અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દ્વારકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 269,270,278 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 196ની કલમ 30 મુજબની કાર્યવાહી કરી હતી.