આ કાર્યક્રમને સંબોધતાં ધર્મેન્દ્રસિંહે 'રક્તદાન એ જ મહાદાન'નો સંદેશો આપ્યો હતો. લોહી એ એકજ એવી વસ્તુ છે જે વૈજ્ઞાનિકો પણ તેનું ઉત્પાદન કરી શકતા નથી અને લોકો આ મહારકતદાનમાં લોહી આપીને બીજા લોકોને નવું જિવન આપી રહીયા છે. તેમજ તેમણે શાળાના આચાર્યને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલા તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમજ રકતદાનમાં રકતદાન કરનાર લોકોની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.
દાંતા ગામે યોજાયેલા રકતદાન કેમ્પમાં રાજયકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી - દાંતાની સરકારી શાળામાં મહારક્તદાન કેમ્પ
દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયા તાલુકના દાંતા ગામે સ્વ.શિવરાજસિંહ જાડેજાના જન્મદિવસની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતાની સરકારી શાળામાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
![દાંતા ગામે યોજાયેલા રકતદાન કેમ્પમાં રાજયકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5022470-226-5022470-1573395250063.jpg)
રકતદાન કેમ્પમાં રાજયકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરિયાપરા રવિકુમારે પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ધર્મેન્દ્રસિંહે પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ લાખાભાઇ પિંડારીયા, દાંતા ગામના ઉપસરપંચ, દાંતા ગામની શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.