- સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણી
- ભાજપ દ્વારકા વિકાસના કામોના નામે મત માગવામાં આવી રહ્યા છે
- ભાજપ દ્વારા ખંભાળીયા ખાતે કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું
ખંભાળિયામાં ભાજપ દ્વારા ડિજિટલ મીડિયાથી દ્વારા કરાયો પ્રચાર - dwarka live news
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા ડિજિટલ મીડિયાના માધ્યમથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. ખંભાળિયા ખાતે કોલ સેન્ટર શરૂ કરી લોકો સુધી ભાજપે કરેલા વિકાસના કામોના નામે લોકો પાસેથી મત માગવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર માટે ભાજપ દ્વારા ડિજિટલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે અને ખંભાળિયા ખાતે કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા નગરપાલિકા, જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો સુધી પહોંચવા હવે ભાજપ દ્વારા ડિજિટલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે અને લોકોના મત માગવામાં આવ્યા હતા સાથે જ ભાજપ દ્વારા જન જન સુધી વિકાસ અને અન્ય મુદ્દાઓને લઈને લોકો સુધી તેની વાત પહોંચાડવામાં આવી રહી છે. જે રીતે મહાનગરોમાં ભાજપનો વિજય થયો તેવી રીતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના સૂપડા સાફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.