આજે બપોરે સાંસદ પૂનમ માડમ બહોળી સંખ્યામાં તેના કાર્યકરો સાથે ભગવાન દ્વારકાદિશના દર્શન કર્યા હતા અને દ્વારકા દેવસ્થાન સમિતિના અશ્વિનભાઈ પુરોહીત અને દ્વારકા પૂર્વ ધારા સભ્ય પબુભા માણેકે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
જામનગરથી વિજેતા પૂનમ માડમ પહોંચ્યા દ્વારકાદિશના ચરણોમાં - loksabha 2019
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતની 26 સીટો ફરી એક વાર ભાજેપે કબ્જે કરી ગુજરાતમાં ભગવો લેહરાયો છે. જેમાં સોરાષ્ટ્રની જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકસભા સીટ પર 2014 કરતા પણ વધુ લીડ મેળવી ભાજપના મહિલા સાંસદ સતત બીજી જીત મેળવનાર પુનમ માડમ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ યાત્રાધામ દ્વારકાથી કરી હતી. તેથી આજ રોજ ફરી તેઓ ભગવાન દ્વારકાદિશના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે આવ્યા હતા.
![જામનગરથી વિજેતા પૂનમ માડમ પહોંચ્યા દ્વારકાદિશના ચરણોમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3373083-thumbnail-3x2-dwk.jpg)
ભાજપના મહિલા સાંસદ પુનમ માંડમ ફરી ભગવાન દ્વારકાદિશના ચરણોમાં
જામનગરથી વિજેતા પૂનમ માડમ પહોંચ્યા દ્વારકાદિશના ચરણોમાં
ત્યાર બાદ દ્વારકા તાલુકા ભાજપના કાર્યકરો અને દ્વારકા તાલુકાના વેપારી અને ગ્રામજનો દ્વારા સાંસદ પુનમબેન માડમનું દ્વારકાનાસનાતન સેવા મંડળ ખાતે સન્માન સમારંભ યોજાયા હતો.આ પ્રસંગે દ્વારકા તાલુકાના ભાજપના કાર્યકરોવિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા તેમજ ઓખા દ્વારકા નગરપાલિકના સદસ્યો તેમજ શહેરના આગેવાનો વેપારીભાઈઓ ઉપસ્થીત રહ્યા હતા.