- જાહેર સભામાં દ્વારકા જિલ્લા પ્રમુખ રહ્યા ઉપસ્થિત
- જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો પણ રહ્યા હાજર
- કાર્યકર્તાઓએ પ્રચંડ બહુમતી સાથે ભાજપ ફરી સત્તા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
ખંભાળિયાના હર્ષદપૂર વિસ્તારમાં ભાજપની જાહેર સભા યોજાઈ - gujarat news
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ગ્રામીણ વિસ્તારમાં તાલુકા અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં જિલ્લાના પ્રમુખ સહીતનાઓએ હાજરી આપી હતી.
![ખંભાળિયાના હર્ષદપૂર વિસ્તારમાં ભાજપની જાહેર સભા યોજાઈ ખંભાળિયા: હર્ષદપૂર વિસ્તારમાં ભાજપની જાહેર સભા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10807780-thumbnail-3x2-11.jpg)
દ્વારકાઃ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2021માં ખંભાળીયા નજીક આવેલા હર્ષદપુર ગામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે સભા યોજી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ અને જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો સહિતનાઓ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની હર્ષદપુર બેઠક માટે 10 ઉમેદવાર અને હર્ષદપુર તાલુકા પંચાયત બેઠક પર 11 ઉમેદવાર માટે રાધેક્રિષ્ના મંદિર પાસે હરસિધ્ધિ નગર ખાતે સભાનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ સુધી થયેલા વિકાસના કાર્યો અને આગામી સમયમાં થનાર વિકાસના કામો અને નાનામાં નાના લોકો સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ ફરી સત્તા મેળવવામાં સફળતા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.