દેવભૂમિ દ્વારકાઃ અહીં માસ્ક વગર નીકળો તો રૂપિયા 1,000 દંડ ભરવા તૈયાર રહો - કોરોના
કોરોના મહામારીને ખાળવાના તમામ પ્રયત્નોમાં સૌથી વધુ અસરકારક બાબત એ છે કે કોરોના વાયરસને તમારા શરીરમાં પ્રવેશતો અટકાવવો. ખાસ કરીને કોરોના વાયરસ મોં અને નાક વાટે હુમલો કરે છે ત્યારે માસ્ક પહેરી સુરક્ષિત બનવું તમામ માટે ખૂબ જ જરુરી છે. જોકે કોરોનાના અજગરી ભરડા છતાં અમુક લોકો માસ્ક ન પહેરવાના બહાનાં શોધે છે ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરી માસ્ક ન પહેરવા માટે એક હજાર રુપિયાનો દંડ ફટકારવાનું શરુ કરાયું છે. જેને લઇને દેવભૂમિ દ્વારકા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દેવાયું છે.

દેવભૂમિ દ્વારકાઃ અહીં માસ્ક વગર નીકળો તો રૂપિયા 1,000 દંડ ભરવા તૈયાર રહો
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં માસ્ક વગર નીકળ્યાં તો રૂપિયા એક હજાર દંડ ભરવા તૈયારી રાખવાની છે કારણ કે જિલ્લા કલેકટર દ્વારા ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ દ્વારા જિલ્લામાં કોઈપણ વ્યક્તિ જો માસ્ક વગર બહાર નીકળશે અથવા જાહેરમાં થૂંક્શે તો જિલ્લાની ૬ નગરપાલિકાઓના ચીફ ઓફિસર દ્વારા રૂપિયા 1,000 દંડ વસૂલ કરવામાં આવે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસો વધતા જતાં જિલ્લા કલેકટર દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે આકરું પગલું ભર્યું છે.
દેવભૂમિ દ્વારકાઃ અહીં માસ્ક વગર નીકળો તો રૂપિયા 1,000 દંડ ભરવા તૈયાર રહો