ગુજરાત

gujarat

ETV Bharat / state

માતા અને પુત્રીએ કોરોનાને માત આપતા, બેટ દ્વારકા ફરી કોરોના મુક્ત બન્યું - બેટ દ્વારકા ફરી કોરોના મુક્ત બન્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં મા અને પુત્રી રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે બંનેને રજા આપતા બેટ દ્વારકા કોરોના મુક્ત બન્યુ છે.

માતા અને પુત્રીએ કોરોનાને માત આપતા, બેટ દ્વારકા ફરી કોરોના મુક્ત બન્યું
માતા અને પુત્રીએ કોરોનાને માત આપતા, બેટ દ્વારકા ફરી કોરોના મુક્ત બન્યું

By

Published : May 21, 2020, 9:02 PM IST

દેવભૂમિ દ્વારકાઃ આ બંને માતા અને પુત્રી લોકડાઉન દરમિયાન મંજૂરી મેળવી અજમેર રાજસ્થાનથી બેટ દ્વારકા આવ્યા, જેઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી બન્નેને ખંભાળીયા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા આજે ચેક કરી અને બન્નેને રજા આપવામાં આવી હતી. બેટ દ્વારકામાં કુલ ત્રણ કોરોના કેસ આવ્યા હતા અને આ કારણે સંપૂર્ણ બેટ દ્વારકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું.

માતા અને પુત્રીએ કોરોનાને માત આપતા, બેટ દ્વારકા ફરી કોરોના મુક્ત બન્યું
આ બંનેમા માતા અને એક વર્ષની દીકરીને સારવાર બાદ જનરલ હોસ્પિટલ ખંભાળીયાથી આજે ડીસ્ચાર્જ કરવામાં આવતા એક વર્ષની પુત્રી પણ તાળીઓ વગાડીને હર્ષ અનુભવતી હતી. બંને માતા અને પુત્રીને ડીસ્ચાર્જ કર્યા બાદ તેમને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details