- જગત મંદિર 3 દિવસ રહેશે બંધ
- હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ભક્તોને પ્રવેશ નહી મળે
- કોરોનાને કારણે તંત્રએ લીધો નિર્ણય
દ્વારકા: દેશ - દુનિયાની સાથે ગુજરાતમાં પણ તાજેતરમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધતું જાય છે. કોરોના સંક્ર્મણને ફેલાતું અટકાવવા તંત્ર પણ કામે લાગી ગયું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આવી રહેલ મહાશિવરાત્રી અને હોળી-ધુળેટી જેવા તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તજનોની મેદની એકઠી થતી હોય તેવા ધાર્મિક મેળા અને મંદિરો તહેવારોમાં બંધ રાખવા માટેના તંત્રએ નિર્ણય કર્યા છે.
આ પણ વાંચો:દ્વારકાના રબારી સમાજે વિશ્વમાંથી કોરોના વાઇરસ દૂર થાય તે હેતુથી સામવેદના મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશને ધ્વજા ચઢાવી
જેમાં આગામી હોળી અને ધુળેટીના તહેવારોમાં જગત મંદિર દ્વારકાધીશમાં આશરે બેથી અઢી લાખ જેટલાં ભક્તજનો, જેમાં મોટા ભાગે પદયાત્રા મારફતે આખા ગુજરાતમાંથી આવતા હોય છે. ત્યારે આ વખતે કોરોના વાઈરસના કારણે હોળી અને ધુળેટીના તહેવારમાં મોટી સંખ્યામાં આવતા ભક્તજનો કે દર્શનાર્થીઓ એકઠા ના થાય તે માટે જગત મંદિર દ્વારકામાં 27થી 29 માર્ચ સુધી ત્રણ દિવસ માટે દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ પણ વાંચો:કોરોના ઈફેક્ટઃ દ્વારકામાં દિવાળીના તહેવારમાં યાત્રાળુઓની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટાડો