દ્વારકા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસના(Arvind Kejriwal Gujarat Visit) ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવી ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત(Kejriwal guarantee in Gujarat)કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. 2015 પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું. 18 વર્ષ કરતા મોટી ઉંમરના મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું.
કેજરીવાલની ખેડૂતોને ગેરંટીઓ
- ઘવ, ચણા, કપાસ, ચોખા, મગફળીની ફસલ સરકાર MSP ભાવે ખરીદશે.
- ખેડૂતોને દિવસના 12 કલાક વીજળી.
- જમીનનો રી સર્વે કેન્સલ કરી ખેડૂતોનેે સાથે રાખીને નવો સર્વે થશે.
- ખેડૂતનો પાક નુકશાન પર 20000 પ્રતિ એકર નુકશાની વળતર.
- નર્મદા નદી અને ડેમ વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવશે.
- ખેડૂતોને કરજો માફ
ખાણી પીણી પર ટેક્સ લગાવ્યામહત્વનું છે કેજરીવાલે(Gujarat AAP)અત્યાર સુધીમાં ગુજરાતે માટે અનેક ગેરંટીની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ પણ તાબડતોબ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત પણ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, ખાણી પીણી પર ટેક્સ લગાવ્યા બાદ હવે તો તેઓ ગરબામાં પણ ટેક્સ લગાવી દીધો. અંગ્રેજોએ પણ ક્યારેય ખાણી-પીણી પર ક્યારેય ટેક્સ નહોતો નાખ્યો. ટેક્સના રૂપિયા અરબો કરતા પણ વધુ આવક છે.