દેવભૂમી દ્વારકાઃ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના બે માસ બાદ લોકોને પોતાના આરોગ્ય અંગે ઘણી બધી માનસિકતામાં બદલાવ જોવા મળ્યો. લોકડાઉનના બે માસ દરમિયાન લોકો સામાન્ય રોગોમાં પણ હોસ્પિટલે જવા માટે ટાળે છે અને બહારનું જમવાનું બંધ હોવાથી આરોગ્યને પણ ફાયદો થયો હોવાનું દ્વારકાના ડોક્ટરનું કહેવું છે. લોકો પોતાના પરિવાર સાથે રહેવાથી માનસિકતામાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો.
બે માસના લોકડાઉન બાદ આરોગ્ય અંગે લોકોની માનસિકતા બદલી - health latest news
કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેમ ભારતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. આ વાયરસના સમય ગાળા દરમિયાન લોકોના આરોગ્ય વિશે અનેક ફાયદાઓ અને ગેરફાયદાઓ જોવા મળ્યા.
બે માસના લોકડાઉન બાદ આરોગ્ય અંગે લોકોની માનસિકતા બદલી
દ્વારકાની સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી પણ ઓછી ઓ.પી.ડી. જોવા મળી રહી છે. ગંભીર બીમારી થાય તો જ હોસ્પિટલે આવે છે. જ્યારે સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસમાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં શુદ્ધતા આવવાથી અમુક રોગના કેસ નહિવત છે.