ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2010 પછી માછીમારોની બોટની ફરી નોંધણી કરવા તંત્ર પાસે સમય જ નથી - માછીમારી

લોકડાઉનના કારણે મોટા મોટા ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનમાંથી માછીમાર ઉદ્યોગ પણ બાકાત નથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં 600 માછીમારીની બોટ છે. આ માછીમારોને પણ ખૂબ નુકસાન થયું છે. એવામાં બોટના માલિકો વર્ષે બે વર્ષે બોટમાં નાનીમોટી ખામીઓ થઈ હોવાનું કહી તેમાં રિપેરિંગ કરતા હોઈ અમુક કેસમાં બોટની લંબાઈ પહોળાઈમાં થોડો ફેરફાર થાય છે, જે ફિશરીઝ વિભાગમાં નોંધણી કરાવવાની હોઈ છે પણ 2010 બાદ ફિશરીઝ વિભાગ દ્વારા આ ફેર નોંધ માટે કોઈ પગલાં લીધેલ નથી. અને કેટલીક વાર તો આવી બોટને સીલ પણ કરી દેવાય છે.

દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2010 પછી માછીમારોની બોટની ફરી નોંધણી કરવા તંત્ર પાસે સમય જ નથી
દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2010 પછી માછીમારોની બોટની ફરી નોંધણી કરવા તંત્ર પાસે સમય જ નથી

By

Published : Jan 15, 2021, 9:06 AM IST

  • દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં સલાયા ગામના માછીમારોનો વિરોધ
  • લૉકડાઉન બાદ આ ઉદ્યોગને પણ ખૂબ જ નુકશાન થયું છે
  • ફિશરીઝ વિભાગે આ ફેર નોંધ માટે કોઈ પગલા લીધા નથી
  • ફિશરમેન ભાઈઓ દ્વારા અનેક રજૂઆત છતાં આ બોટ સીલ કરાય છે

દેવભૂમિ દ્વારકાઃ સલાયા માછીમાર ભાઈઓની બોટ સીલ કરવાના મુદ્દે અનેક રજૂઆત છતાં ઉકેલ આવ્યો ન હોવાથી માછીમાર ભાઈઓએ ગુરુવારે ફિશીંગ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સલાયામાં અંદાજે 600 માછીમારીની બોટો છે. આ બોટ માછીમારી કરી ગુજરાન ચલાવે છે. લોકડાઉન બાદ આ ઉદ્યોગને પણ ખૂબ જ નુકસાન ગયું છે. તેવામાં બોટના માલિકો વર્ષે બે વર્ષે બોટમાં નાનીમોટી ખામીઓ થયેલી હોવાથી તેમાં રિપેરિંગ કરતા હોઈ અમુક કેસોમાં બોટની લંબાઈ પહોળાઈમાં થોડો ફેરફાર થાય છે,જે ફિશરીઝ વિભાગમાં નોંધણી કરાવવાની હોય છે પણ 2010 બાદ ફિશરીઝ વિભાગ દ્વારા આ ફેર નોંધ માટે કોઈ પગલાં લીધા નથી.

દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2010 પછી માછીમારોની બોટની ફરી નોંધણી કરવા તંત્ર પાસે સમય જ નથી

ફક્ત દેવભૂમિદ્વારકામાં જ માછીમારોની બોટ સીલ કરાય છેઃ માછીમાર પ્રમુખ

આ બોટને જ્યારે નવી બની ત્યારનો જ માપ સાઈઝ એમના કોલમાં લખેલ હોય છે. આ બાબતે આવી જૂની બોટમાં જ્યારે એસઓજી પોલીસ દ્વારા તપાસ થાય છે. ત્યારે તેની માપ સાઈઝમાં થોડો ફેરફાર હોવાને લીધે આ બોટ સીલ કરવામાં આવે છે અને તેમના પર કેસ કરવામાં આવે છે. આ બાબતે ફિશરમેન ભાઈઓ દ્વારા અનેક રજૂઆત છતાં આ બોટ સીલ કરવામાં આવે છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માપ સાઈઝમાં ફેર કરવામાં આવતી ન હોવાથી માછીમાર ભાઈઓની મુશ્કેલી વધી છે. આ બાબતે વિરોધ નોંધવા ગુરુવારે માછીમાર ભાઈઓ ફિશીંગ કરવા ગયા નથી અને આગામી સમયમાં જો આ બાબતે યોગ્ય નિકાલ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ બોટ સીલ કરવાની કામગીરી માત્ર દેવભૂમિ દ્વારકામાં જ કરવામાં આવે છે તેવો પણ માછીમાર ભાઈઓના પ્રમુખનો આરોપ છે.

ABOUT THE AUTHOR

...view details