દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેતા હસીના તનવીર ખોજાને ગુજરાત સરકારે ભારતીય નાગરીકતા આપી છે. હસીનાબેનનો જન્મ 1 માર્ચ 1976ના રોજ ભાણવડમાં થયો હતો. પરંતુ તેમનુ નાગરિકત્વ પાકિસ્તાની હતું. જેથી તેમણે ભારતીય નાગરિકતા મેળવા ગુજરાત સરકારમાં અરજી કરી હતી.
દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા - પાકિસ્તાની નાગરિકતા ધરવતી મહિલાને ભારતીય નાગરીકતા અપાઈ
દેવભૂમિ દ્વારકાઃ હાલ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કલેક્ટર દ્વારા પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા અપાઈ છે.
દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા
સરકાર દ્વારા તમામ પાસાઓ ચકાસીને અન્ડર સેકશન 5(1) (C) સીટીઝન એક્ટ 1955 કલમ મુજબ હસીનાને ભારતીય નાગરિકતા આપવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ તમામ જરૂરી કાર્યવાહી દેવભૂમી દ્વારકા જિલ્લા કલેક્ટરને સોંપાઈ હતી. આમ, હસીનાબેનના તમામ દસ્તાવેજ યોગ્ય પુરવાર થતાં તેને દેવભૂમી દ્વારકાના જિલ્લા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મીના દ્વારા હસીનાબેન ખોજાને ભારતીય નાગરીકતાનું પ્રમાણપત્ર અપાયું હતું.
Last Updated : Dec 19, 2019, 9:50 PM IST