ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામની મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા - corona in gujrat

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જનરલ હોસ્પિટલ ખંભાળીયામાં દાખલ કરાયા હતા. આ મહિલાના સંપર્કમાં આવેલા તેમના પરિવારના સાત લોકોને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ ખંભાળીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સલાયા ગામના મહિલાને કોરોના પોઝિટિવ આવતા જનરલ હોસ્પિટલ ખંભાલીયા ડીસ્ચાર્જ કરવામાં આવશે...
સલાયા ગામના મહિલાને કોરોના પોઝિટિવ આવતા જનરલ હોસ્પિટલ ખંભાલીયા ડીસ્ચાર્જ કરવામાં આવશે...

By

Published : May 16, 2020, 4:46 PM IST

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જનરલ હોસ્પિટલ ખંભાળીયામાં દાખલ કરાયા હતા. આ મહિલાના સંપર્કમાં આવેલા તેમના પરિવારના સાત લોકોને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ ખંભાળીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના મહિલા લતીફા હુસેન જેઓની રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી હતી તેઓ અજમેરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા હતા. અહીં આવ્યા બાદ તપાસ કરતા તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મહિલાના સંપર્કમાં આવેલા તેમના પરિવારના સાત લોકોના પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ ખંભાળીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક સાથે સાત લોકોના કોરોના પોઝિટિવ હોવાથી સલાયા ગામને તંત્ર દ્વારા લોક કરવામાં આવ્યું હતું અને સલાયા ગામના તમામ લોકોનું મેડિકલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યું હતું.

ગઈકાલના મેડિકલ ચેકઅપ બાદ આ મહિલાના શરીરમાં કોરોના વાઇરસના કોઈપણ લક્ષણો નહીં જણાતા અને રિપોર્ટ નેગેટિવ આવતા દેખાતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details