મણિપુરના પુર્વ મહારાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ દ્વારકાધીશના ચરણોમાં આપવા માટે મણિપુરનો રાજ પરિવાર દ્વારકા પધાર્યા હતો. આઝાદી પહેલા ભારતમા અનેક રાજ પરિવારો પોતાની રાજ્ય સત્તાને ખૂબજ સારી રીતે ચલાવતા હતા અને લોકો સુખી પણ હતા. મણિપુરના પુર્વ રાજ પરિવારે તેમના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી શ્રદ્ધાંજલિ આપવા માટે યાત્રા ધામ દ્વારકા પધાર્યા હતા.
મણિપુરના પૂર્વ મહારાજાને શ્રદ્ધાંજલિ આપવા રાજ પરિવાર પહોંચ્યો દ્વારકા - former Maharaja of Manipur news
દ્વારકાઃ મણીપુરના રાજ પરીવારને ભગવાન દ્વારકાધીશ ઉપર અતુટ શ્રદ્ધા છે. તેથી તેમના પરિવારના પૂર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ આપવા માટે મણિપુરથી દ્વારકા આવ્યા હતા. દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કિનારે શ્રદ્ધાંજલિ વિધી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
મણિપુરના પૂર્વ મહારાજાને શ્રદ્ધાંજલિ આપવા રાજ પરિવાર પહોંચ્યો દ્વારકા
દ્વારકાના શંકરાચાર્ય શારદાપીઠ પટાંગણમાં રાજ્યશ્રી ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન મણિપુર દ્વારા તેમની મણિપુરી નૃત્ય શૈલીમા ભગવાન દ્વારકાધીશ અને રાધાની રાસલીલાને જીવતં કરી પોતાના પૂર્વ રાજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Last Updated : Oct 1, 2019, 8:15 PM IST