જિલ્લાના ભાણવર અને કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો અને સામાન્ય પ્રજા સાથે લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ કોંગ્રેસ નેતાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. જેમણે લોકો સાથે વાત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપને નિર્ણયોને વખોડીને તેના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં સંવાદ કાર્યક્રમ યોજાયો, હાર્દિક પટેલ રહ્યો હાજર - latest news of harik patel
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા આમને સામને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. સાથે જ લોકજાગૃતિ અંગે વાત કરી હતી. સાથે જ પોતાના હક માટે લડત ચલાવવા માટેનું આહ્વાન કર્યુ હતું.
હાર્દિક પટેલે ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે,"ભાજપ સરકાર ખેડૂતોને પાષણક્ષમ ભાવ અને 24 કલાક વીજળી તેમજ પાક વીમો આપવા અંગે હેરાન કરી રહી છે. તેમજ ખેડૂતોને વિરોધને નજીવી નુકસાનની પેકેજ જાહેર કરી દબાવી રહી છે. જે વાત ખેડૂતોને સમજીને પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ અને ન્યાયની માગ કરવી જોઈએ."
આ કાર્યક્રમમાં સ્થાનિકોએ પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી હતી. જેમાં જિલ્લાના અનેક સરકારી કર્મચારી દ્વારા નાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અને પ્રદૂષણ ફેલાતી કંપનીઓની મનમાની વિશે ફરિયાદ કરાઈ હતી. જેના જવાબમાં યુવા નેતા હાર્દિકે સૌને એકજૂથ થઈ ન્યાયની માગ કરવા હાકલ કરી હતી. સાથે જ વહેલી તકે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.