ગુજરાત

gujarat

ETV Bharat / state

સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિકનું શૂટિંગ યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવ્યું - Joint family

દેવભૂમી દ્વારકા: જાણીતી ખાનગી ચેનલ પર પ્રસારિત થતી અને સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિકનું શૂટિંગ યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું.

Dwarka
દ્વારકામાં શૂટિંગ

By

Published : Jan 20, 2020, 8:05 PM IST

ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં એવી સંસ્કૃતિ છે, જેમાં સંયુક્ત પરિવારને મહત્વ આપવામાં આવે છે. સંયુક્ત પરિવારમાં વડીલો, યુવાનો અને બાળકો એકબીજાનું આદર-સન્માન કરે છે અને પ્રેમથી રહેતા હોય છે. વર્તમાન સમયમાં સંયુક્ત પરિવાર તૂટવાની ઘટનાઓ વધતી જાય છે ત્યારે, ખાનગી ચેનલ પર પ્રસારિત કરવામાં આવતી ધારાવાહિકમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ધારાવાહિકના એક પ્રસંગનું શૂટિંગ દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું હતું. જેના માટે સીરીયલના કલાકારો અને નિર્દેશક સહિતની ટીમ દ્વારકા શૂટિંગ કરવા આવી હતી.

સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિક

ABOUT THE AUTHOR

...view details