ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોલેજિયનોમાં દિન પ્રતિદિન વધતી જતી મેફેડ્રોન (MD) જેવા જીવલેણ ડ્રગ્સની લતને અટકાવવા અને આવી પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે SOG દેવભૂમિ દ્વારકાને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Devbhoomi-Dwarka
Devbhoomi-Dwarka

By

Published : Mar 19, 2021, 2:29 PM IST

  • SOG દેવભૂમિ દ્વારકાને જીવલેણ ડ્રગ્સની લતને અટકાવવા અપાયું માર્ગદર્શન
  • અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું
  • MD ડ્રગ્સ યુવાધનને બરબાદી તરફ દોરે છે

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોલેજિયનોમાં દિન પ્રતિદિન વધતી જતી મેફેડ્રોન જેવા જીવલેણ ડ્રગ્સની લતને અટકાવવા અને આવી પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે SOG દેવભૂમિ દ્વારકાને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને SOG સ્ટાફના પોલીસ કર્મચારીઓ SOGને લગતી કામગીરી અંગે ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકિકત મળી હોય કે મહંમદહુસૈન અલી રીંડાણી અવારનવાર ભાણવડ ખાતે રોકાણ કરી અને નશીલો માદક પદાર્થ MD ડ્રગ્સનું વેચાણ કરે છે અને યુવાધનને બરબાદી તરફ દોરે છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો :ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં NDPSની કલમોનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી

આજે શુક્રવારે MD ડ્રગ્સના વેચાણ અર્થે ભાણવડ ત્રણ પાટીયા રોડ ઉપર ચાર પાટીયા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે. જેથી મળેલી બાતમીના આધારે પોલીસ સ્‍ટાફના માણસો તથા સરકારી પંચશ્રીઓ સાથે મળેલી હકિકતના આધારે કાર્યવાહી કરતા શખ્સ મંહમદ હુસૈન અલી રીંડાણીના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે નશીલો માદક પદાર્થ MD ડ્રગ્સ 124 ગ્રામ 500 મિ.લી. ગ્રામ કિંમત રૂપિયા 12,45,000 તથા મોબાઈલ ફોન નંગ- 01 કિંમત રૂપિયા 5000 તથા નશીલા માદક પદાર્થ MD ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઉપયોગમાં લીધેલા જીપલોક વાળી પારદર્શક પ્લાસ્ટીકની નાની- મોટી કોથળીઓ નંગ- 52 તથા તથા નશીલા માદક પદાર્થે MD ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લીધેલા ડિઝિટલ વજન કાંટો નંગ- 1 કિમત રૂપિયા 500 તથા માદક પદાર્થ MD ડ્રગ્સનું સેવન કરવા માટે મિક્સ કરવા માટે રજનીગંધા પાનમસાલા નંગ-6 કિમત રૂપિયા 108 તથા આરોપીના પેન્ટના ખિસ્સામાંથી ભારતીય ચલણની રૂપિયા 100ના દરની નોટ નંગ- 7 તથા રૂપિયા 50ના દરની નોટ નંગ- 1 મળી કુલ રૂપિયા 750 જે કુલ મળી રૂપિયા 12,51,358નો મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂદ્ધ ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. કલમ 8(સી), 20(બી) તથા 29 મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય શખ્સો સુધી પહોંચવા માટે પોલીસે પકડી પાડવાની કવાયત શરૂ કરી

મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીએ જામનગરના શખ્સોને જથ્થો આપવાનો તેમજ મુંબઇથી સોલાય કરતા વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા છે. સાથે જ કલ્યાણપુર પોલીસ મથકના અધિકારીને ડ્રગ્સની તપાસ સોંપાઈ છે. આરોપીના અગાઉના ગુનાઓ તેમજ અન્ય શખ્સો સુધી પહોંચવા પોલીસે પકડી પાડવાની કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો :કચ્છ: જૂઓ કેવી રીતે પકડાયો જખૌના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો...

ABOUT THE AUTHOR

...view details