- જામ ખંભાળિયા નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
- 7 વોર્ડની 28 બેઠક પૈકી 26 બેઠક પર ભાજપનો વિજય
- સાંસદ પૂનમબેન માડમ સહિત ભાજપના નેતાઓએ જામ ખંભાળિયા ખાતે જાહેર સભા યોજી
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જામ ખંભાળિયા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી અને કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. જામ ખંભાળિયા નગર પાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠક પૈકી 26 બેઠક પર ભાજપને જીત મળી છે, જ્યારે કોંગ્રેસ અને બસપાને એક-એક બેઠક મળી છે.
સાંસદે જનતાનો આભાર વ્યક્ત કર્યો
ભાજપની આ ભવ્ય જીતનું જશ્ન મનાવવા સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય મુળુ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, ભાજપના મહામંત્રીઓ તેમજ જામ ખંભાળિયા શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા જામ ખંભાળીયા ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામ ખંભાળિયા નગર પાલિકામાં જીત મેળવેલા તમામ ઉમેદવારોનું સ્વાગત કરાયુ હતું અને આગામી 5 વર્ષ માટે જે જનદેશ મળ્યો તેના માટે સાંસદ પુનમ માડમે જામ ખંભાળિયાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ તમામ લોકોના કામો અને વિકાસના કામો કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.
જામ ખંભાળિયામાં ભાજપનો વિજય થતાં જાહેર સભા યોજાઈ આ પણ વાંચોઃ ખંભાળિયા નગરપાલિકામાં 26 સીટ ભાજપની જીત, ઢોલ નગારા સાથે વિજય રેલી યોજાઇ