દ્વારકા રેલવે સ્ટેશન પર મુસાફરોને VVPET અને મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો - Votin Awareness
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના રેલવે સ્ટેશન પર વી.વી.પેટ યંત્રને લોકો અને યાત્રાળુઓને મતદાન અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં.
ભારતમાં લોકશાહીની આ પ્રક્રિયાને નિહાળવા વિશ્વના અનેક આગળ પડતા દેશો પોતાના પ્રતિનિધીઓને ભારત મોકલે છે. ભારત સરકાર પણ મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયાંતરે ફેરફારો કરે છે. હાલમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્યારે લોકોને પોતાનો કિંમતી અને પવિત્ર મત યોગ્ય વ્યક્તિને આપ્યો છે અને તે વ્યક્તિને એ મત મળ્યો કે કેમ તે ચકસવા માટે જાહેર સ્થળોએ વી.વી.પેટ. યંત્ર લગાવવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાના રેલ્વે સ્ટેશને આ વી.વી.પેટ યંત્રને લોકો અને યાત્રાળુઓને મતદાન અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકાના એસ.ડી.એમ દ્વારકાના મામલતદાર તેમજ દ્વારકા તાલુંકા પંચાયતના આધિકારીઓ તેમજ દ્વારકા રેલ્વે તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.