ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાણવડમાં 10.46 કિલો જેટલાં જંગી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો - દેવભૂમિ દ્વારકાના સમાચાર

ખંભાળિયામાં જાહેરમાં ગુન્હાખોરી વધી રહી છે, ત્યારે પોલીસની કામગીરી પણ વધુ સાવધ અને સતર્ક બની છે. ત્યારે જિલ્લાના ભાણવડ પાસેથી જંગી પ્રમાણમાં નસીલા ગાંજાનો જથ્થા સાથે એક આરોપી ઝડપાયો હતો.

ભાણવડમાં 10.46 કિલો જેટલાં જંગી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ભાણવડમાં 10.46 કિલો જેટલાં જંગી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

By

Published : Feb 12, 2021, 12:44 PM IST

  • ભાણવડ પાસેથી જંગી પ્રમાણમાં નસીલા ગાંજાનો જથ્થો ઝડપાયો
  • એક્ટીવા મોટર સાયકલમાંથી 10.464 કિલો માદક પદાર્થ ગાંજાનો જંગી જથ્થો પકડાયો
  • 1,46,640 નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા: હાલ ગુન્હાખોરી અને પોલીસની સતર્કતા બંને વધી રહ્યા છે. ત્યારે ચાલુ મહિનામાં જ જિલ્લામાં બે હત્યાઓ થઇ હતી. હમણાં તાજેતરમાં ભાણવડમાં મોટી લૂંટ પણ થઇ હતી. જિલ્લામાં થયેલી બંને હત્યામાં થોડા સમયમાં જ આરોપીઓનું પગેરૂ દાબીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ભાણવડ પાસેથી જંગી પ્રમાણમાં નસીલા ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.

ભાણવડમાં 10.46 કિલો જેટલાં જંગી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

પોલીસે રૂપિયા 1,04,640 ની કિંમતના ગાંજા સાથે આરોપી પકડી પાડ્યો

ભાણવડ-જામજોધપુર રોડ ઉપર 3 પાટીયાથી આશરે દોઢેક કિલોમીટર દુર રાત્રીના અંધકારનો લાભ લઈને માદક પદાર્થ ગાંજો ઘુસાડનારો શખ્સ બટુકભાઇ ઉર્ફે બુઢ્ઢાભાઇ કમાભાઇ પરમાર સુરતવાળાના કબજામાં રહેલા એક્ટીવા મોટર સાયકલમાંથી 10.464 કિલો માદક પદાર્થ ગાંજાનો જંગી જથ્થો કિંમત રૂપિયા 1,04,640 ની સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 2,000 તથા માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલું એક્ટીવા મોટર સાયકલ કિંમત રૂપિયા 40,000 કુલ મળીને કિંમત રૂપિયા 1,46,640 નો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

N.D.P.S. એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

N.D.P.S. એક્ટ કલમ 08(C), 20(B), 29 મુજબ મજકુર શખ્સે ગુન્હો દાખલ કરાવી મજકુર શખ્સ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં S.O.G. ના PI જે.એમ.ચાવડા, PSI એ.ડી.પરમાર, S.O.G. A.S.I. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ પરબતભાઇ માડમ, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, નિલેશભાઇ હાજાભાઇ કારેણા, રાકેશભાઇ નટવરલાલ સિધ્ધપુરા, ડ્રા.પોલીસ કોન્સ. કિશોરભાઈ બાબાભાઈ ડાંગર વગેરે જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details