ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના ભાણવડ તાલુકાના ગુંદા ગામના ખેડૂતે જંતુનાશક દવા ડુપ્લીકેટ હોવાથી એસ. પી. ને લેખિત ફરિયાદ કરી - Gunda village farmer

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા ખેડૂતે નકલી જંતુ નાશક દવા વેચાણ કરનાર, ડિસ્ટ્રીબ્યુટર અને બનાવનાર વિરુધ ફરિયાદ કરવા જિલ્લા એસપીને રજૂઆત કરી હતી.

જંતુનાશક દવા ડુપ્લીકેટ હોવાથી એસ. પી. ને લેખિત ફરિયાદ
જંતુનાશક દવા ડુપ્લીકેટ હોવાથી એસ. પી. ને લેખિત ફરિયાદ

By

Published : Jan 17, 2021, 4:23 PM IST

  • ડુપ્લીકેટ જંતુનાશક દવા હોવાથી ફરિયાદ નોંધવા રજૂઆત
  • ગુંદા ગામના ખેડૂતે એસ. પી ને કરી લેખિત રજૂઆત
  • રાજ્ય ભરમાં નકલી દવાનું વેચાણ થતું હોવાની શંકા

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા ખેડૂતે જિલ્લા એસપીને ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે. જેમાં ખેડૂતે શિયાળુ પાકમાં જીરાનું વાવેતર કર્યું હતું. જેમાં ભાણવડના એક એગ્રો સિડ્સની દુકાનેથી ઉલાલા બ્રાન્ડની દવા લીધી હતી. આ દવાનું પાકું બિલ આપ્યું હતું, જે બાદમાં દવાનો છંટકાવ કર્યો પરંતુ કોઈ ગુણવત્તા ખરાબ હોવાના કારણે કોઈ અસર પાક પર થઈ ન હતી.

જંતુનાશક દવા ડુપ્લીકેટ હોવાથી એસ. પી. ને લેખિત ફરિયાદ

આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરવા માંગ

આ અંગે ટોલ ફ્રી નમ્બર પર કંપનીના અધિકારીઓને જાણ કરી અને બારકોડ સ્કેન કરવા કહ્યું જે સ્કેન ન થતા કંપનીના અધિકારીઓએ આ દવા નકલી હોવાનું કહેતા નકલી દવાઓનું વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ અંગે રાજ્ય ભરમાં આ દવાઓનું વેચાણ થયું હોવાની શંકા જતા ખેડૂતે જિલ્લા એસપીને ફરિયાદ નોંધવા અરજી કરી છે. રાજ્ય ભરમાં આ રીતે નકલી દવાનું વેચાણ થયું હોય તે શંકા હોવાથી રાજ્ય પોલીસ વડાને પણ આ અંગે જાણ કરી તપાસ કરવા સૂચન કર્યું છે અને નકલી દવા વેચાણ કરનાર, ડિસ્ટ્રીબ્યુટર અને બનાવનારા વિરુધ આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details