દેવભૂમિ દ્વારકાઃ ચાઇના દ્વારા ફેલાવવામાં આવેલો કોરોના વાઇરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ વાઇરસથી બચવા માટે રેડીમેટ માસ પણ ચાઇના સમગ્ર વિશ્વમાં વહેંચી રહ્યું છે.
દ્વારકાનો એક એવો પરિવાર કે જે નિઃશુલ્ક માસ્કનું કરે છે વીતરણ
દ્વારકાનો એક આખો પરિવાર પોતાના હાથે કોટનના કાપડનું વોસેબલ માસ્ક બનાવીને નિઃશુલ્ક વહેંચીને લોકોની સેવાનું કામ કરી રહ્યાં છે.
દ્વારકાનો એક એવો પરિવાર કે જે નિશુલ્ક માસ્કનું કરે છે વીતરણ
વિપુલભાઈ અને પરેશભાઈના પરિવારજનોએ પણ આ સેવામાં મદદ કરી, બંને પરિવારની મહિલાઓ ઘરે સંચા ઉપર માસ્ક બનાવી અને આ બંને ભાઈઓ દ્વારકા શહેરની શેરીએ શેરીએ ફરીને લોકોને નિસુલ્ક માસ્ક વહેંચવાની કામગીરી આરંભી દીધી. અને લોકોને જણાવ્યું કે, આ માસ્ક તમે ગરમ પાણીથી ધોઈને સેનેટાઇઝરથી સાઇ કરી ફરીથી પહેરી શકશો.