- દેવભૂમિ દ્વારાના ખંભાળિયામાં 10 હાજાર લિટર ઓક્સિજન પહોચ્યો
- જલ્દી ઓક્સિજન ટેન્કનું ઇન્ટોલેશન કરવામાં આવશે
- હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવશે
દેવભૂમી દ્વારકા: જિલ્લામાં આવેલી જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં હાલ 100 જેટલા દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે અને તમામની સારવાર હાલ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઓક્સિજનની જરૂર પણ વધી રહી છે.
હોસ્પિટલમાં 2 હજાર લિટર ઓક્સિજન ઉપલબ્ધ
ખંભાળિયામાં આવેલી જનરલ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને હોસ્પીટલના સુપ્રીટેનડેન્ટ સાથે ચર્ચાઓ કરાઈ હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં હાલ બે ટેન્ક મળીને લિક્વિડ ઓક્સિજનના બે હજાર લીટરનો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં રિફીલિંગ કરવાની જરૂર દર બાર કલાકે ફરજ પડી રહી છે. કોરોના દર્દીઓને ઓક્સિજનની જરૂર વધી રહી છે તેને લઈ ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજનનો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને જથ્થો પ્રયાપ્ત માત્રામાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લિક્વિડ ઓક્સિજન ની 10 હજાર લીટર ની ટેન્ક તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવી છે અને આગામી બે કે ત્રણ દિવસમાં તે ઇન્ટ્રોલેશન કરી કાર્યરત કરવામાં આવશે.