દેવભૂમિ દ્વારકા: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. જેથી સરકારી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોના વાઇરસના દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરવા માટે સેવાનો ધોધ વહેડાવવામાં આવી રહ્યો છે.
દ્વારકાધીશ મંદિર અને પૂજારી પરિવાર દ્વારા જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોને 9 વેન્ટિલેટર અપાયા
દ્વારકાધીશ મંદિર અને પૂજારી પરિવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોને 9 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યાં છે.
દ્વારકાધીશ મંદિર અને પૂજારી પરિવાર દ્વારા જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોને 9 વેન્ટિલેટર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ દ્વારકાધીશના મંદિર અને પૂજારી પરિવાર દ્વારા બુધવારે જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલને 9 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યાં હતાં. આ સાથે જ ભગવાન દ્વારકાધીશ અને ભગવાન નૃસિંહને કોરોનાનો ઝડપી નાશ કરવાની પ્રાર્થના પણ કરવામાં આવી હતી.