દેવભૂમિ દ્વારકા: ઓખા બંદરમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. માછીમારો બોટ લઈને માછીમારી કરવા દરીયામાં ગયા હતા, ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ (7 fishermen abducted by Pakistani agency) કરવામાં આવ્યું છે. 18 તારીખે તે માછીમારી કરવા ગયા હતા.
આ પણ વાંચો: Indian Fishermen released : પાકિસ્તાની જેલમાંથી છૂટીને માદરે વતન પહોંચ્યા માછીમારો, કહ્યું - "તમામ બીમારીની આપે છે એક જ દવા"
7 માછીમારોનું પાકિસ્તાનની એજન્સી દ્વારા અપહરણ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઓખા બંદરની તુલસી મૈયા નામની બોટ (Tulsi Maiya Boat abducted by Pakistani agency) તા- 18/01/22ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. આજ રોજ તા- 28/01/2020ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરી નાપાક હરકત કરી પાકિસ્તાન ફરી એની દુશ્મની બતાવી રહ્યું છે.
આ પણ વાંચો: શ્રીલંકન નેવીએ વધુ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી
પાકએ અગાઉ ભારતના 20 માછીમારોને છોડી મુક્યા હતા
ઉલ્લેખનીય છે કે, એક તરફ પાકિસ્તાન ભાઈચારાની વાત કરે છે. દુનિયાને દેખાડવા થોડા દિવસ અગાઉ ભારતના 20 માછીમારોને છોડી મુક્યા હતા. ત્યારે બીજી તરફ દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કર્યુ છે. આ બોટ મુળ માંગરોળના વત્સલ પ્રેમજીભાઇ થાપણીયાની છે. જે બોટ ઓખા ખાતે માછીમારી કરવા આવી હતી. માછીમારો બપોર બાદ સંપર્ક વિહોણા થયા હતા. આજે બપોર સુધી માછીમારો અને બોટના માલિક સાથે વાતચીત ચાલી રહી હતી. માછીમારો અને બોટના માલિક સાથે વાતચીત ચાલી રહી હતી, ત્યારે માછીમારોએ જણાવ્યું હતું કે, બોટ પાકિસ્તાની એજન્સીઓની વિરુદ્ધ દિશામાંથી આવી રહી છે.