જામ ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામાં નાહ્વા પડતા 4 લોકોના મોત - જામ ખંભાળિયામાં 4 લોકો ડૂબી જતાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા વિસ્તારમાં આવેલા ધરમપુર ભાભુંડાની ધાર નજીક વરસાદી પાણીના ખાડામાં નાહ્વા પડતા 3 યુવાનો સહિત 4 લોકોના ડૂબી જતાં મોત થયાં હતા.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અનેક સ્થળો ઉપર ત્રણથી છ ફૂટના ઉંડા ખાડાઓ આવેલા છે. જે વર્ષો સુધી તંત્ર દ્વારા ભરવામાં આવ્યા નથી. દર વર્ષે વરસાદના પાણીમાં આ ખાડાઓ ભરાઈ જાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવતી નથી. જેના કારણે ખંભાળિયામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખંભાળિયાના દલવાડી પરિવારના ત્રણ કિશોરોા નાહ્વા પડતાં ડૂબી જતા, તેને બચાવવા જતા ત્રણે કિશોરના સગા કાકા પણ ડૂબી જતાં એક જ પરિવારના કુલ ચાર લોકો ડૂબી ગયા હતા.